ગુજરાત

વડોદરાના ઓઢવ રીંગરોડ પર માતા-પુત્રીને બાઇક ચાલકે ટક્કકર મારતાં માતાનું મોત થયું

નિકોલ રિંગ રોડ ઉપર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. દાસ્તાન સર્કલથી ઓઢવ રીંગરોડ ચાર રસ્તા ઉપર રોડ ક્રોસ કરી રહેલા માતા અને પુત્રીને બાઇક ચાલકે ટક્કર મારી હતી જેમાં ગંભીર રીતે ઘાયલ માતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં જ્યાં માતાનું મોત હતું જ્યારે પુત્રી હાલ સારવાર હેઠળ છે. આ અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિકોલમાં રહેતી મહિલા અને પુત્રી સાળંગપુર હનુમાનજીના મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા.

સાંજના સમયે તેઓ ત્યાંથી પરત આવ્યા હતા અને નિકોલ દાસ્તાન સર્કલથી ઓઢવ રીંગરોડ ચાર રસ્તા જતા પારંતી આવાસ યોજના સામેના રીંગરોડ પરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે પૂરઝડપે આવી રહેલ બાઇક ચાલકે માતા અને પુત્રીને ટક્કર મારતા બન્ને રોડ પર પટકાયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો જાે કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ માતા-પુત્રીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં માતાનું મોત થયું હતું જ્યારે દિકરીને પગ તથા કપાળના ભાગે ઈજાઓ પહોંચતા હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ફરાર બાઇક ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને બાઇક નંબર આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts