ગુજરાત

વડોદરાના કારેલીબાગમાં ફટાકડા ફોડતાં સમયે ટ્રાન્સફોર્મરમાં આગતા બે કારમાં પણ આગ લાગી નુકસાન થયું

કારેલીબાગ વિસ્તારમાં દિપીકા ગાર્ડન પાસે દિવાળીની રાતે કેટલાક યુવકોએ ફટાકડા ફોડતાં લાગેલી આગમાં ભારે નુકસાન થયું હોવાના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કારેલીબાગના પાર્શ્વનાથ ફ્લેટ નજીક દિવાળીની મધરાતે એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.સળગતાં લાકડાં પડવાથી નજીકમાં પાર્ક કરેલી હિરાન્સીબેન શાહ અને અજયભાઇની બે કારને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત દિપીકા ગાર્ડનના કોર્પોરેશનનું ઝાડ પણ સળગ્યું હતું.ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી અને કારેલીબાગ પોલીસ પણ સ્થળ પર હાજર હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજમાં અભિષેક કમલેશભાઇ મહાજન(પાર્શ્વનાથ ફ્લેટ,કારેલીબાગ) અને તેના બે ત્રણ મિત્રો ફટાકડા ફોડતા નજરે પડયા હતા.આગ લાગ્યા બાદ તેઓ બે કાર લઇને ભાગી ગયા હતા.જેથી કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts