ગુજરાત

વડોદરાના કારેલીબાગમાં શાકભાજી બજાર માં નથી જળવાઈ રહ્યું સામાજિક અંતર, શાકભાજી વેચવાવાળા નથી પેહરી રહ્યા માસ્ક

વડોદરા શહેર માં આવેલ કારેલીબાગમાં લોકો બન્યા છે ફરી થી બેદરકાર, પાણીની ટાંકી પાસે મુખ્ય રોડ પર ભરાતા શાકભાજી બજાર કે જેમાં ૫૦થી વધુ શાકભાજીવાળા માસ્ક પહેર્યા વિના જાણે કોરોનાના સુપરસ્પ્રેડર બનવા માંગતા હોય તેમ વેપાર કરી રહ્યા હતાં.વડોદરામાં કોરોનાના કેસ એક જ દિવસમાં બમણા થઇને ૧૮૧ થઇ ગયા છે. તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરની પોલીસ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો શહેરમાં જાેવા મળી રહ્યા છે.

ગત રાત્રે દિવ્યભાસ્કર દ્વારા શહેરના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે મુખ્ય રોડ પર શાકભાજી વેચતા લારી અને પાથરણાવાળાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા શાકભાજીવાળામાંથી એકાદ-બે ને બાદ કરતા કોઇપણ શાકભાજીવાળાએ માસ્ક પહેર્યું ન હતું. શાકભાજી લેવા આવેલા અનેક લોકો પણ માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા હતાં. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જે જેમ શાકભાજી વેચનારા કોરોનાના સુપરસ્પ્રેડર બન્યા હતા તેમ કોરોનાની આ ત્રીજી લહેરમાં પણ માસ્ક વિના વેપાર કરી રહેલા શાકભાજીવાળા ફરી એકવાર કોરોનાના સ્પ્રેડર બની શકે છે.

બીજી તરફ લોકો માટે માસ્ક વિના વેપાર કરતા વેપારીઓ પાસે જઇને ખરીદી કરી રહ્યા છે જે તેમના માટે આફત નોંતરી શકે છે. દિવસ દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા શહેર પોલીસ માસ્ક વિના ફરતા લોકો, વેપારીઓ અને વાહનચાલકોને પકડી દંડ ફટકારતા હોવાનો દાવો કરે છે. તો શું રાત પડતા જ કારેલીબાગમાં મેઇન રોડ પર ચાર રસ્તા અને ઝ્રઝ્ર્‌ફથી સજ્જ ટ્રાફિક સિગ્નલ પાસે ભરાતા શાકભાજી બજારના ફેરિયા માસ્ક વિના વેપાર કરતા નહીં દેખાતા હોય? શું વડોદરાનું કોર્પોરેશન, વડોદરાની પોલીસ રાત્રે અંધારુ થતાં જ ઊંઘી જાય છે? જેવા સવાલો ઉભા થયા છે.રૂવડોદરા શહેરમાં રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મેયર કેપૂર રોકડિયાને જાહેર મંચ પરથી ટકોર કરી હોવા છતાં સપ્તાહમાં એકાદ-બે ઘટના તો ઢોરે લોકોને અડફેટે લીધાની ઘટનાઓ તો બને છે. હવે રખડતા ઢોર તો કાબૂમાં નથી રહેતા પણ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ફરતા લોકો પર લાલ આંખ કરવામાં બનેલા વામણા કોર્પોરેશન અને પોલીસને કારણે કોરોના પણ બેકાબૂ બનવા લાગ્યો છે.

Related Posts