fbpx
ગુજરાત

વડોદરાના ચકચારી લવ જેહાદ કેસમાં સમીર કુરેશીને જામીન આપવાનો કોર્ટનો ઈનકાર

રાજ્યમાં સૌથી પહેલા નોંધાયેલા વડોદરાનો લવ જેહાદનો કેસ ચકચારી બન્યો છે. આ કેસમાં પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કરનાર સમીર કુરેશીના જામીન રદ્દ કરવામાં આવ્યા છે.

સમીર કુરેશીએ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ સમીર કુરેશીએ જામીન અરજી દાખલ કરી હતી. જેની સામે સરકારી વકીલે વિરોધ વ્યક્ત કરીને દલીલ કરી કે આ કેસ સંપૂર્ણ રીતે લવ જેહાદનો હોવાની શક્યતા વ્યક્ત કરીને જામીન અરજી ના મંજૂરી કરવા રજૂઆત કરી હતી.

બીજી તરફ હિન્દુ યુવતી સાથે લગ્ન કરનારા સમીરે રેગ્યુલર જામીન અરજી કરી તે પહેલા જ યુવતીએ સોગંદનામુ રજૂ કરી દીધું હતું. આ કેસ જે રીતે બહાર આવ્યો છે તે જાેતા આની પાછળ સમીર સિવાય અન્યની પણ સંડોવણી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સમીરે ઓળખ છૂપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા તે પૂર્વ આયોજિત ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે અને સમીર સિવાય આ કેસમાં એકથી વધુ લોકોની સંડોવણી હોવાની સંભાવના છે.

Follow Me:

Related Posts