વડોદરાના ચોકારી ગામે પડોશી વચ્ચે જગડામાં દંડાથી સામસામે હુમલામાં ચારને ઇજા થઇ
પડોશીઓ સાથે સારા સંબંધ હોવાનું અન્ય પડોશીને નહીં ગમવાની અદાવતે થયેલી તકરારમાં પડોશી મહિલા સાથે મારા મારી કરી હતી. અન્ય પડોશી છોડાવવા વચ્ચે પડતા આજે તમને પતાવી દેવાના છે તેવી ધમકી આપીને ડંડાથી કરેલા હુમલામાં પડોશી મહિલા અને તેના પુત્રને ઈજા થઈ હોવાના બનાવમાં પડોશીએ કરેલી ક્રોસ ફરિયાદમાં મહિલાએ અશ્લીલ ગાળો ભાંડીને માથામાં દંડો માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પાદરાના ચોકારી ગામે સુથાર ફળિયામાં રહેતા ભરત પઢીયારની પત્ની ચંપાબેન (૪૪)એ વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પડોશમાં નવીન જાલમસિંહ ચૌહાણ પરિવાર સાથે રહે છે. જ્યારે અન્ય બાજુએ તેમના મામા છત્રસિંહ શંકરભાઈ પઢીયાર રહે છે. મહિલાના પરિવાર અને છત્રસિંહ પઢીયારના પરિવાર વચ્ચે સારા સંબંધો છે. જેની અદાવત રાખીને નવીનચંદ્ર ચૌહાણે તકરાર કરી અશ્લીલ ગાળો ભાંડીને દંડાથી કરેલા હુમલામાં દંપત્તિ અને તેના પુત્રને ઇજા થયાની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાઇ છે. જ્યારે વળતી ફરિયાદમાં નવીન ચૌહાણે જણાવ્યું હતું કે, પડોશી ચંપાબેન અને તેમનો પરિવાર અમારી સાથે કોઈ સંબંધ રાખતા ન હતા. તેમ છતાં નવીન ચૌહાણ સાથે તકરાર કરીને પડોશી પરિવારે મારામારી કરીને દંડાથી હુમલો કર્યો હતો. જેથી નવીન ચૌહાણને માથામાં ઇજા થઈ હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments