ગુજરાત

વડોદરાના જિ.પં.પ્રમુખ બંગલાના ગાર્ડે અગાઉ ત્રણ વાર દારૂ કટિંગ કરાવ્યું હતું

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઇ પટેલના માંજલપુર ખાતેના સરકારી બંગલા અંબિકા ભવનની ખુલ્લી જગ્યામાં મોડીરાતે દારૃનું કટિંગ ચાલતું હોવાની વિગતોને પગલે પીસીબીના પીઆઇ જે જે પટેલ અને સ્ટાફે દરોડો પાડી રૃ.સવા લાખની કિંમતનો દાર,ત્રણ ફોર વ્હીલર અને એક સ્કૂટર કજે કર્યા હતા. પોલીસે પકડેલા ત્રણ જણામાં પિન્ટુ આહીર અને સતિષ ચૌહાણની સાથે બંગલાનો સિક્યુરિટી ગાર્ડ કરણ ગોવિંદ રાઠવા ( રહે.સર્વન્ટ ક્વાર્ટર,પ્રમુખ બંગલો,મૂળ રહે. જેતપુર પાવી) પણ પકડાયો હતો.પ્રાથમિક તપાસમાં તેણે માત્ર રૃ.૫૦૦માં દારૃના કટિંગ માટે અગાઉ પણ ત્રણ વાર બુટલેગરોને બંગલામાં પ્રવેશ આપ્યો હોવાની વિગતો બહાર આવી છે.

પંચાયત વર્તુળોમાં ભારે ચકચાર જગાવનાર ઉપરોક્ત બનાવમાં જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાએ ગાંધીનગરની સિક્યુરિટી એજન્સી શીયા એન્ટરપ્રાઇઝના સંચાલક ભરત પટેલને બ્લેક લિસ્ટ કરવા માટે શો કોઝ નોટિસ આપી છે.પરંતુ, કાર્યપાલક ઇજનેરે પાંચ દિવસ પહેલાં જ સિક્યુરિટી એજન્સીને કોઇ પણ ટેન્ડર વગર એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ કેવી રીતે રિન્યૂ કરી આપ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલામાં દારૃનું કટિંગ કરતા બુટલેગરો પર પોલીસે દરોડો પાડી રૃ.૭લાખની મત્તા કબજે કરવાના બનાવને પગલે પંચાયત વર્તુળોમાં વિવાદ સર્જાયો છે.સમગ્ર પ્રકરણમાં સિક્યુરિટી ગાર્ડની સીધી સંડોવણી બહાર આવતાં જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરે સિક્યુરિટી એજન્સીને શોકોઝ નોટિસ આપી છે.

Related Posts