ગુજરાત

વડોદરાના ડભોઇના નડા ગામે ૮ વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો, ફાયર ટીમ દ્વારા તળાવમાં શોધ ખોળ શુરુ કરાઈ

વડોદરાના ડભોઇ તાલુકાના નડા ગામે ૮ વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો છે. ૩ બાળકો રમતા રમતા તળાવ કિનારે પહોંચ્યા હતા. તળાવ નજીક રમતા હોય પગ લપસી જતા બાળક ડૂબી ગયો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. ત્યાર બાદ ડભોઇ અને વડોદરા ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળક નડા ગામે મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશ અલીરાજપુરના પરિવારનું હોવાની માહિતી સામે આવી છે. બાળકનું નામ રવિ કેરુભાઈ બાગડીયા છે. ફાયર ટીમ દ્વારા તળાવમાં શોધ ખોળ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts