વડોદરાના ડભોઈ રોડ વિસ્તારમાં મહિલાનો હથોડો તોડી ફરાર થયેલો અછોડા તોડ ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો છે. ડભોઇ રોડના મહાનગર નજીક પાનના ગલ્લા પાસે તા ૧૪મીએ સાંજના સમયે મહિલાનો બે તોલાનો અછોડો તોડી યુવક ભાગી છુટતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય મારફતે તેની તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં સમીર ઉર્ફે સદુ હનીફ ભાઈ પટેલ (મહાનગર, ડભોઇ રોડ મૂળ રહે અકોટા, નવા વાસ)ને ડભોઈ રોડ ગણેશ નગર નજીકથી ઝડપી પાડી અછોડો કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
વડોદરાના ડભોઇ રોડ પર મહિલાનો અછોડો તોડી ભાગેલો ચેન સ્નેચરને પોલીસ પકડી પાડયો

Recent Comments