વડોદરાના ડભોઈ પંથકની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડતા છેવાડાના ગામો પાણીથી વંચિત રહ્યાં
વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. જેના પગલે રોજ હજારો લિટર પાણીનો વ્યય થઇ રહ્યો છે. છેવાડાના ગામો પાણીથી વંચિત રહ્યાં છે. કેનાલમાં ગાબડા અંગે ખેડૂતો દ્વારા લેખિત અને મૌખીક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. ૧૭ કિમી લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઇનોર કેનાલના નિર્માણના ત્રણ વર્ષમાં જ આ સ્થિતિ સર્જાઇ છે.
ખેડૂતોને આ કેનાલનો લાભ મળી રહ્યો નથી.કેનાલમાં ગાબડાને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા વારંવાર પાકને નુકસાન થઇ રહ્યું છે. છેવાડાના ગામો પાણીથી વંચિત રહે છે. ગોચરની ૧૦૦ વિઘા જમીનમાં કેનાલના ગાબડાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા કેનાલ રિપેરિંગનું કામ ત્વરિત કરાય તેવી સ્થાનિક ખેડૂતોની માગ છે.
Recent Comments