વડોદરાના કમાટીબાગમાં વોક લેવા ગયેલા મહિલા ડોક્ટર ની કાર માંથી ચોરો રોકડ રકમ અને ચીજવસ્તુઓ ઉઠાવી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બનાવની તપાસ હાથ ધરી છે. ન્યુ સમા રોડ ની ચૈતન્ય ધામ સોસાયટીમાં રહેતા અને બરોડા મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો નીલમબેન પંડ્યાએ પોલીસને જણાવ્યું છે કે ગઈ તા ૯-૩-૨૦૨૧ ના રોજ સાંજના સમયે હું કમાટી બાગ સામે કાર પાર્ક કરી ગાર્ડનમાં વોક માટે ગઈ હતી. પોણો કલાક બાદ પરત ફરતા કારનો કાચ તૂટી ગયો હતો અને આગળની સીટ નીચે મુકેલા પર્સ માંથી મારા પુત્રની ટ્યુશન ફી ના મૂકેલા રોકડા રૂ એક લાખ અને અન્ય ચીજાે ની ચોરી થઈ હતી. જે તે વખતે કોઈ કારણસર ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. સયાજીગંજ પોલીસે ગુનો નોધી કમાટીબાગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરાના ડોક્ટરની કારમાંથી ૧ લાખ રોકડાની ચોરી

Recent Comments