વડોદરાના દંપતિએ લગ્ન જીવન બચાવવા માટે અભયમની મદદ લીધી
જુનીવાણી વિચારધારા અને અહમના કારણે તૂટવાના આરે આવેલા લગ્ન જીવનને પાદરા અભયમ ટીમે બચાવી લીધું છે. નોંધનીય બાબત એ છે કે, યુવાન દંપતિ એકબીજાને અતૂટ પ્રેમ કરે છે. પરંતુ, પોતાના માતા-પિતાના અહમના ટકરાવના કારણે બંનેને છૂટા પડવાનો વખત આવ્યો હતો. જાેકે, શિક્ષીત યુવાન દંપતિએ પોતાના દોઢ વર્ષના લગ્ન જીવનને તૂટતા બચાવવા માટે અભયમ ટીમની મદદ લઇને પોતાનું લગ્ન જીવન બચાવી લીધું છે. આ યુવાન દંપતિએ પુનઃ સુખમય દાંપત્ય જીવનની શરૂઆત કરી દીધી છે.
Recent Comments