fbpx
ગુજરાત

વડોદરાના નંદેસરીમાં એક પિતા પુત્રની જોડીના ત્રાસથી લોકો કંટાળ્યા

શહેરના નંદેસરી વિસ્તારમાં આવેલ એલઆઈજી કોલોનીમાં રહેતા લોકો એક પિતા ને પુત્રની જોડીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ પિતા પુત્રની જોડીએ એક સગીર યુવકને રસ્તા પર બેફામ માર માર્યો હતો. અસામાજિક તત્વ પિતા-પુત્રનો એલઆઈજી કોલોની વિસ્તારમાં ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હુમલામાં સગીર યુવક ઘાયલ થતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. આ પિતા-પુત્રના આતંકથી સ્થાનિકો પણ અતિશય કંટાળી ગયા છે અને માત્ર રહેણાંક વિસ્તારમજ નહિ પરંતુ ઔદ્યોગિક એકમોમાં પણ બંને દાદાગીરી કરીને રૂપિયા ઉઘરાવતા હોવાની વાત પણ સામે આવી છે. મહત્વની વાત છે કે આ પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ ગુનો નોંધી લીધો છે અને આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Follow Me:

Related Posts