વડોદરા ભાજપમાં ફરી એકવાર જૂથબંધી સામે આવી છે. અકોટાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલેએ ફેસબુક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે. સીમા મોહિલેએ પોસ્ટમાં લખ્યું કે, પદ, પ્રતિષ્ઠા કે પ્રશંસાનો ભૂખ્યો આગેવાન ક્યારેય સાચો સારથી નથી હોતો. પીએમ મોદીના વડોદરામાં આગમન પહેલાં પૂર્વ ધારાસભ્યની પોસ્ટથી રાજકીય ગરમાવો જાેવા મળ્યો છે. સીમા મોહિલે હાલમાં પ્રદેશ ભાજપમાં મહિલા મોરચાના મહામંત્રી છે. સીમા મોહિલેએ શહેરના જ એક ભાજપ નેતાને ટાર્ગેટ કરી પોસ્ટ કરીનો પક્ષમાં ગણગણાટ શરૂ થયો છે. વડોદરામાં અકોટાના પૂર્વ દ્બઙ્મટ્ઠ સીમાબેન મોહિલેએ ફેસબૂક પર વિવાદિત પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે. પદ, પ્રતિષ્ઠા કે પ્રશંસાનો ભૂખ્યો આગેવાન ક્યારેય સાચો સારથી નથી હોતો ..તેવી કરી હતી પોસ્ટ…સીમા મોહિલે હાલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી છે. સીમા મોહિલેની આ પોસ્ટ બતાવે છે કે તેમને નારાજગી છે.
વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્યએ સો,મીડિયા પોસ્ટથી નારાજગી વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું

Recent Comments