વડોદરાના ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં ૧૭૦૦ પેજની ચાર્જશીટ મુકી છે. આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટમાં ૮૦ સાક્ષી અને ૧૨ આઈ વિટનેસ દર્શાવ્યા છે. ૧૬૪ મુજબનું એક નિવેદન, ૧૪ પંચનામા, હ્લજીન્ રિપોર્ટ અને ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ સામેલ કરવામાં આવ્યા છે. મારામારીનો વીડિયો ઉતારનારને પણ સાક્ષી બનાવ્યા છે. માત્ર ૨૩ દિવસમાં તપાસ પૂર્ણ કરીને પોલીસે કોર્ટમાં ઝડપી ચાર્જશીટ મૂકવાનું રેકોર્ડ બનાવ્યું છે. હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે ૧૨૦મ્, ૪૨૭ અને ૩૪ની નવી કલમો ઉમેરી છે અને ખાસ સરકારી વકીલની નિમણુંક માટે ક્રાઇમ બ્રાંચે સરકારને પ્રપોઝલ મોકલી છે. હત્યા કેસમાં પોલીસે આરોપી પાર્થ પરીખ, વાસિક ઉર્ફે સાહિલ અજમેરી, વિકાસ લોહાણાની ધરપકડ કરી હતી.
વડોદરાના ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટક્રાઈમ બ્રાંચે ૧૨૦મ્, ૪૨૭ અને ૩૪ની નવી કલમો ઉમેરી

Recent Comments