ગુજરાત

વડોદરાના રાવપુરા સ્થિત વન વિભાગની કચેરી પાસે આગ લાગવાની ઘટના

વડોદરામાં ઉનાળામાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. રાવપુરા વિસ્તારમાં નવ વિભાગની ઓફિસ આવેલી છે. જ્યાં નજીકમાં મુકી રાખવામાં આવેલા વાહનોમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગાર હાલતમાં મુકી રાખવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ની સાથેજ દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં ચાર જેટલા વાહનો બળી ની ખાક થઈ ગયા હોય તેમ સુત્રો જણાવી રહ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર કચરામાં લાગેલી આગ વાહનો સુધી પ્રસરતા અનેક વાહનો તેની લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનામાં વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પણ વડોદરા ફાયર બ્રિગેડને જાણ થતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. અગાઉ જરોદ પોલીસ મથક નજીક કચરામાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાખ થયા હતા.

Related Posts