વડોદરાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળો વકરતાં પાણીપુરી પર પ્રતિબંધ
વડોદરા શહેરના એક વિસ્તારમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેથી હવે તે વિસ્તારમાં પાણીપુરીના રસિયાઓ પાણીપુરીનો આનંદ માણી નહીં શકે. આદેશ ન મળે ત્યાં સુધી પાણીપુરીની લારીવાળા તેમની લારી ફરી શરુ નહીં કરી શકે.કારણકે પંચાયત તરફથી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લારીવાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
વાત કઇક એવી છે કે છેલ્લા થોડા દિવસથી વડોદરાના વાઘોડિયાના જરોદ ગામમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેને લઈને ગામનું પંચાયત તંત્ર એક્શનમાં આવી ગયું છે પંચાયત તરફથી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લારીવાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી રોગચાળો કાબુમાં ન આવે ત્યાં સુધી લારીઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
બીજી તરફ તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસનું પાલન ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ નોટિસ કરવામાં આવ્યો છે. વડી કચેરીમાંથી મળેલા હુકમ બાદ ગ્રામ પંચાયત તરફથી પાણીની લારીઓ બંધ કરાવવાનો ર્નિણય લીધો છે.મહત્વનું છે કે જરોદમાં બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધી રહ્યુ છે.નોંધાયેલા ૧૪૪ દર્દીઓ પૈકી કુલ ૭૭ દર્દી સારવાર હેઠળ છે.જેમાંથી ૮ દર્દી વડોદરામાં હોસ્પિટલમાં અલગ અલગ દાખલ છે. ત્યારે આરોગ્ય વિભાગ આ રોગચાળા પર કાબુ મેળવવા કામે લાગ્યુ છે.લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અને દવા વિતરણ કરવાનું કામ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
Recent Comments