fbpx
ગુજરાત

વડોદરાના વિવિધ મંદિરોમાં મહા અષ્ટમી નિમિત્તે માઈ ભક્તોનું ઘોડાપુર હવન-યજ્ઞ અને ચંદીપાઠ કરાયા

ભક્તિ અને આરાધના ના નવરાત્રી પર્વમાં આઠમનું વિશેષ મહત્વ છે. ગત બપોર બાદ આઠમનો ઉદય થયો છે અને આજે બપોરે 12:07 વાગ્યા સુધી આઠમ બાદ નોમનો ઉદય થયો છે. ગઈ રાત્રે આઠમ નિમિત્તે વિવિધ નાના-મોટા મેદાનોમાં થતા ગરબા અને શેરી ગરબાઓમાં ખેલૈયાઓ માતાજીની વિશેષ ભક્તિ કરીને મોડી રાત સુધી ગરબે ઘુમ્યા હતા.આજે સવારથી જ વિવિધ મંદિરોમાં આઠમ નિમિત્તે માઇ ભક્તોએ વિશેષ પૂજા અર્ચના કરીને માતાજીને વંદના કરી હતી. માઈ ભક્તો માતાજીને નૈવેદ્ય ધરાવી ધન્ય થયા હતા.

જ્યારે ઘરે ઘરે પધરાવાયેલા ગરબા ને પણ ગૃહિણીઓએ આઠમના નૈવેદ્ય નિમિત્તે ખીર રોટલીના પડ ધરાવ્યા હતા. અને ત્યારબાદ નાની બાળાઓને પોતાના ઘરે પ્રસાદ લેવા આમંત્રિત કરાવીને બક્ષિસ પણ આપી હતી.શહેરના વિવિધ માઈ મંદિરમાં આજે હવન યજ્ઞ ચંડીપાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેરના માંડવી ટાવર ઘડિયાળી પોળના નાકે સૈકાઓ જુના અંબાજી મંદિરે પણ માતાજીને દોઢસો વર્ષ જુના હીરાના અમૂલ્ય નેત્રોથી શણગાર કરાયો છે. મહા અષ્ટમી નિમિત્તે તિથિકા સ્વરૂપના ચતુર્ભુજ સ્વરૂપના દર્શનાર્થે હજારો ભક્તો વહેલી સવારથી ઉઠ્યા છે. માંડવી નીચે આવેલા મેલડી માતા સહિત ઈએમઈના દુર્ગા માતા સહિત શહેર જિલ્લાના અનેક માઈ મંદિરોમાં મહા અષ્ટમીની શ્રદ્ધા અને ભક્તિ ભાવથી ઉજવણી કરીને ધન્ય થયા હતા.પાદરામાં રણૂ ગામે રાજ પરિવારના કુળદેવી તુજા ભવાની માતાજીને પણ ગાયકવાડી ઘરાનાના ઐતિહાસિક રજવાડી ઘરેણાનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કારેલીબાગ સ્થિત બહુચરાજી માતાજીના મંદિરે આજે દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરિણામે બંને તરફના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરવાની પોલીસને ફરજ પડી હતી.

Follow Me:

Related Posts