fbpx
ગુજરાત

વડોદરાના સાવલી તાલુકાના વિટોજ પ્રાથમિક શાળાને તાળાબંધીવિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવાતી હોવાથી વાલીઓ રોષે ભરાયા

વડોદરાના સાવલી તાલુકાના વિટોજ ગામમાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવાતી હોવાને લઈ રોષે ભરાયેલા વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને શાળાને તાળા બંધી કરી દીધી હતી. વિટોજ પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી દીધી હતી અને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યથી દૂર રાખીને વિરોધ નોંધાવ્યા હતા. તાળા બંધીને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પદાધિકારીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તેમને શાળાની સમસ્યાઓને વર્ણવી હતી અને તાળા બંધી કરવાના કારણને રજૂ કર્યા હતા. શાળામાં વિદ્યાર્થીઓની પાસે સાફ સફાઈ કરાવાતી હોવાને લઈ વાલીઓમા વ્યાપેલા રોષને જાેઈ આખરે મામલો થાળે પાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts