વડોદરાના સુભાનપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર આઈટીના દરોડા
માધવ ગ્રુપ ઓફ કંપનીના કોમ્પ્યુટર, દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. આઈટી અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરાવવામાં આવી છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આઈટી અને સીબીઆઈ દ્વારા અલગ અલગ કેસ બાબતે દરોડા પડવાની કામગીરી ચાલી રહી છે.
આઈટી અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલી કંપની પર આઈટીના દરોડા પાડ્યા છે. જો કે આઈટીની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓમાં વધારો થયો છે.બીજી તરફ આ અગાઉ સીઆઈડી ક્રાઈમે અમદાવાદ અને સુરતની ૧૧ પેઢીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ, વિદેશી નાણું અને સોના સહિત ૧૫ કરોડથી વધુ રકમ મળી આવી હતી. શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટા પાયે રોકડ રકમ મળતા સીઆઈડી ક્રાઇમ દ્વારા ઇન્કમટેક્સને જાણ કરાઈ હતી.
Recent Comments