વડોદરાના સૌથી લાંબા અને વિવાદીત અટલ બ્રિજ મામલે સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી
રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાના ૧૫૬ કરોડ રૂપિયા મામલે રકઝક
વડોદરાના સૌથી લાંબા અને હંમેશા વિવાદમાં રહેલા અટલ બ્રિજ મામલે સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાના ૧૫૬ કરોડ રૂપિયા મામલે બોલાચાલી થઈ.સામાન્ય સભામાં પૂર્વ મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ સ્ટીકર લગાવીને અટલ બ્રિજની શોભા બગાડતા તત્વો પગલાં ભરવાની માગ કરી. તે સમયે વિપક્ષના નેતા અમી રાવતે તેમને અધવચ્ચેથી જ બોલતા અટકાવી દીધા અને અટલ બ્રિજના રૂપિયાનો હિસાબ માગ્યો. તેમણે આક્ષેપ કર્યો કે, રાજ્ય સરકારે જાહેરાત કરી હોવા છતાં બ્રિજના ૨૩૦માંથી લેવાના નીકળતા ૧૫૬ કરોડ રૂપિયા હજુ સુધી આપ્યા નથી. તો બીજીતરફ કેયુર રોકડિયાએ દાવો કર્યો કે સ્પેશિયલ ગ્રાન્ટ પેટે રાજ્ય સરકારે ૧૦૦ કરોડ આપ્યા છે.
બીજીતરફ વિપક્ષના નેતા અમી રાવતે આક્ષેપ કર્યો કે- મનપાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં બ્રિજનું કામ હાથ પર લેવાયું હતું અને ચૂંટણી આવતી હોવાથી રાજ્ય સરકારે બ્રિજ બનાવવા માટે ૨૩૦ કરોડ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદ ફક્ત ૭૩ કરોડ આપ્યા અને બ્રિજનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે તેમ કહીને રાજ્ય સરકારે પીછેહટ કરી લીધી હોવાનો અમી રાવતનો આક્ષેપ છે.અમી રાવતે માગ કરી કે રાજ્ય સરકાર વાયદા પ્રમાણે બાકીના રૂપિયા ચૂકવી આપે. જેથી વડોદરાના અન્ય વિકાસકાર્યોમાં તેનો ઉપયોગ થઈ શકે.
Recent Comments