વડોદરાના સ્થાનિકોની રજૂઆત, છાણીમાં ભૂલકાંઓ જર્જરિત કન્ટેનરમાં બેસી કરે છે અભ્યાસ

રાજ્ય સરકાર અને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા અવાર-નવાર શિક્ષણ અંગેની મોટી મોટી ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પરંતુ, વડોદરામાં શહેરમાં શિક્ષણની વાસ્તવિકતા અલગ છે. વડોદરાના છાણી વિસ્તારમાં ચાલતી આંગણવાડીમાં જતાં ભૂલકાંઓને જર્જરિત થઈ ગયેલા કન્ટેનરમાં જીવના જાેખમે એકડો, બગડો શિખવાનો વખત આવ્યો છે. જર્જરિત થઈ ગયેલા કન્ટેનરમાં અભ્યાસ કરતા ભૂલકાંઓ અંગે સ્થાનિક કાઉન્સિલરની આગેવાનીમાં લોકોએ કોર્પોરેશનમાં એરકન્ડિશનમાં બેસીને વહીવટકર્તાઓને રજૂઆત કરી હતી.
Recent Comments