ગુજરાત

વડોદરાના સ્મશાન ગૃહમાં આવી ગયેલા મગરનું રેસ્ક્યુ કરાયું


કારેલીબાગના બહુચરાજી રોડ નજીકના ખાસવાડી સ્મશાન ગૃહમાં એક મગર દસી આવ્યો હતો. સ્મશાનગૃહની ઓફિસ પાસે મગરને જાેતા સિક્યુરિટી ગાર્ડ ચોંકી ઉઠયો હતો અને જીવ દયા સંસ્થાને જાણ કરતાં કાર્યકરો તેમજ ફોરેસ્ટના કર્મચારીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.માનવ વસ્તી વચ્ચે સૌથી વધુ મગરો ધરાવતા વડોદરામાં છાશવારે મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાના બનાવો બની રહ્યા છે. ગઈ મધરાત બાદ સ્મશાનગૃહમાં મગર આવી જતા રેસ્ક્યુ કરાયું હતું.

વડોદરાના વિવિધ વિસ્તારોમાં વારંવાર મગરો જાહેરમાં આવી જતા હોવાના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. તુલસીવાડી પાછળ લગ્નના મંડપમાં બાર ફૂટનો મગર આવી જવાના બનાવે અગાઉ ભારે અફરા-તફરી મચાવી હતી. જ્યારે સમા-સાવલી રોડ પર રોડ ક્રોસ કરતા મગર પર ભારદારી વાહનો ફરી વળ્યા હતા. કલ્યાણ નગર અને આસપાસના વિસ્તારોમાં લોકો વાળું પાણી કરી બેઠા હોય ત્યારે મગર આવી જવાના બનાવો અવારનવાર બન્યા છે.

Related Posts