અમદાવાદ,અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી છે. આખી અયોધ્યાનગરી સજી-ધજીને તૈયાર છે. ત્યારે આ અયોધ્યાને ફુલોથી શણગારવા માટે વડોદરાથી ૩૫૦ લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે. જેઓ સમગ્ર અયોધ્યાને ફૂલોથી શણગારી રહ્યા છે. ત્યારે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે તેઓ ૬ અલગ અલગ રાજ્યમાંથી મંગાવેલા ૩૦ હજારથી વધુ ફૂલો લાવ્યા છે અને તેઓ હનુમાનઢીથી લઈ આખા અયોધ્યાને આજ ફૂલોથી સજાવી દેશે.
વડોદરાથી ૩૫૦ લોકો આવ્યા છે. જે સમગ્ર અયોધ્યા નગરી ને ફૂલોથી સજાવી રહ્યા છે. હનુમાનગઢીથી લઈ અયોધ્યા ધામને સજાવવા લગભગ ૩૦,૦૦૦ કિલો ફૂલ તેમને અલગ અલગ ૫-૬ રાજ્યોમાંથી મંગાવ્યા અને હાલ અયોધ્યામાં સેવા કરી રહ્યા છે. સનાતન સેવા ન્યાસ તરફથી લોકોની યાદગીરી માટે જ્યારે ૭૦૦૦થી આમંત્રિત મહેમાનો માટે ભેટની એક કીટ આપવામાં આવશે, એ કીટમાં હશે ચાંદીનો સિક્કો.
Recent Comments