fbpx
ગુજરાત

વડોદરાની એમ.એસ.યુનિ.ના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની WHOમાં પસંદગી

ભારતમાં કોરોનાની ત્રીજી અને સૌથી વધુ ઘાતક લહેર આવવાની તૈયારી છે. આ ત્રીજી લહેર બાળકોને સૌથી વધુ અસર કરે એવી સંભાવના છે. બાળકોના સ્વાસ્થ્ય ભારત માટે મહત્વનો મુદ્દો છે. શારીરિક સ્વાસ્થ્ય રોગપ્રતિકારક શક્તિ માટે નૈસર્ગિક સ્ત્રોત છે.
ભારતમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધે ત્રણ સૌથી મોટો પડકાર છે. જેમાં વધુ પડતું વજન અને મેદસ્વીતા, હોવું જાેઇએ તેથી ઓછું વજન અને સુક્ષ્મ પોષકતત્વોનો અભાવ ધરાવતાં બાળકો છે.
વ્યક્તિગત, કુટુંબ, સમુદાય અને ઘર આધારિત સમસ્યાઓ પર ભલામણ પ્રદાન કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથનું લક્ષ્ય સ્થૂળતા ધરાવતા બાળકો અને કિશોરોને સંકલિત વ્યવસ્થાપન અને સંભાળ વિશે સ્થાનિક રૂપે અનુકૂળ, સ્પષ્ટ, વૈજ્ઞાનિક માહિતી, વૈશ્વિક ક્લિનિકલ અને જાહેર આરોગ્ય ભલામણો પ્રદાન કરવાનું છે.
ફોલો-અપના દેખરેખ અંગે માર્ગદર્શન પ્રદાન કરવું. જેમાં આહારની ટેવ, તંદુરસ્ત વર્તણૂંક અને જીવનશૈલી જેવા આરોગ્યની સુખકારીના પરિણામોનો સમાવેશ થાય છે. મેદસ્વી બાળકો અને કિશોરોના સંચાલન માટે ફાર્માલોજીકલ હસ્તક્ષેપ અને શસ્ત્રક્રિયા વિકલ્પ સાથે આહાર, શારીરિક પ્રવૃત્તિ અને વર્તણૂંક વિશે પણ સંકલન કરવું.

Follow Me:

Related Posts