વડોદરાની એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓની વચ્ચે રોડ પર ગેંગવોર
વડોદરાના સયાજીગંજ પોલીસ મુજબ યુનિની સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને સમરસ હોસ્ટેલમાં રહેતા સમીર વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, ૧૯ ઓગસ્ટે કુલદીપ જાેશીએ હોસ્ટેલના ફોર્મ ચાલુ થવા બાબતનો મેસેજ ગ્રુપમાં કેમ કર્યો? કહી લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ ગઈકાલે હું રંગોલી હોટલના પાછળના ભાગેથી જતો હતો ત્યાં કુલદીપ જાેશી, શુભમ પરમાર, પ્રજીત પટેલ અને હાર્દિક ગજેરાએ આવી મને માર માર્યો હતો અને ફૈજાને ધમકી આપી હતી. બીજી બાજુ સાયન્સમાં ભણતા અને ગોત્રી રહેતા શુભમ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે, ૨૩ ઓગસ્ટે રોયલ ક્લબ ગ્રુપનો હું પ્રચાર કરતો હતો ત્યારે આઇશા ગ્રુપના સમીર વાળાએ અપ શબ્દો બોલી ઝઘડો કરી બીભત્સ ભાષામાં મેસેજ કરી હિંમત હોય તો રંગોલી હોટલની પાછળ આવી જવા જણાવ્યું હતું. જેથી હું મારા મિત્રો સાથે રંગોલી હોટલ પાછળ પહોંચ્યો હતો.
જ્યાં સમીર વાળા તેના મિત્રો તેજસ સોલંકી, કિશન આહીર તથા જયદીપ વાઘેલા સાથે ઉભો હતો અને મને તુ કેમ વધુ પડતો રોયલ ક્લબ ગ્રુપનો પ્રચાર કરે છે? તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે આ ઘટનામાં ૮ની ધરપકડ કરી હતી, બાદમાં જામીન પર છોડ્યા હતાં. બંને જૂથો દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બંને ગુનામાં તેજસ સોલંકી, કિશન આહીર, જયદીપ વાઘેલા અને કુલદીપ જાેશી, શુભમ પરમાર, હાર્દિક ગજેરા, પ્રજીત પટેલ અને ફૈજાન સિપાઇની ધરપકડ કરી હતી. જાે કે ત્યારબાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો. ફરી આ જૂથો અથડામણ કરે તેમાં નવાઇ ન હોવાની ચર્ચા છે. સાયન્સ ફેકલ્ટીમાં છેલ્લાં ૫ વર્ષથી રોયલ અને આઇશા ગ્રૂપ અસ્તિત્વ ધરાવે છે. બંને વચ્ચે પરંપરાગત રીતે દુશ્મનાવટ છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી નજીક આવે ત્યારે જૂથ અથડામણો થાય છે.
૪ મહિના પહેલાં જ સાયન્સમાં ડીજેમાં પણ જૂથ અથડામણ થતાં ફેકલ્ટીમાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં.એમ.એસ.યુનિની સાયન્સ ફેકલ્ટીમાં શનિવારે આઇશા ગ્રૂપના વિદ્યાર્થીને રોયલ ગ્રૂપના વિદ્યાર્થીએ કોલેજમાં સોશિયલ મીડિયાના ગ્રૂપમાં મેસેજ કેમ કર્યો કહી લાફો ઝિંક્યો હતો. સોમવારે રોયલ ગ્રૂપના વિદ્યાર્થીઓએ જેને ઝાપટ મારી હતી તેને જ ફોન કરીને જણાવ્યું કે, વધારે વાગ્યું હોય તો મલમ લગાડી જઉં. જેથી આઇશા ગ્રૂપના વિદ્યાર્થીએ હિંમત હોય તો આવ, તેવું કહ્યું હતું. અંતે ફતેગંજ રંગોળી હોટલ પાછળ બન્ને જૂથ મળતાં જાહેરમાં છૂટા હાથની મારામારી થઇ હતી. જેમાં પોલીસે ૮ની ધરપકડ કરી હતી.
Recent Comments