fbpx
ગુજરાત

વડોદરાની ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કમિટીની બેઠકમાં બીસીએ પૂર્વ રણજી પ્લેયર્સને દર મહિને ૧૫૦૦૦ પેન્શન ચૂકવામાં આવશે

બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં પ્રમુખ પ્રણવ અમીને રણજી ટીમના પૂર્વ ખેલાડીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરી હતી.રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ૨૫થી ઓછી મેચ રમી હશે તેવા ખેલાડીઓ પણ હવે પેન્શનના હકદાર બનશે. પ્રમુખે કહ્યું હતું કે બીસીએ એવા ખેલાડીઓની પણ નોંધ લઇ રહ્યું છે જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભલે એક મેચ રમી હોય કે ૨૪ મેચ રમી હોય તેવા ખેલાડીઓને પણ પેન્શન મળશે. આવા ૫૦ જેટલા બીસીએના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓને તા.૧ જાન્યુઆરીથી માસીક ૧૫,૦૦૦ પેન્શન તરીકે ચુકવવામાં આવશે.

આ ઉપરાંત રણજી ટ્રોફી ટીમના વર્તમાન ખેલાડીઓ માટે પણ અગત્યની જાહેર કરાઇ હતી કે રણજી પ્લેયરને બીસીસીઆઇ તરફથી ચુકવવામાં આવતી ફી ઉપરાંત બીસીએ તરફથી પણ પ્રતિ દિવસ ૧૦,૦૦૦ ચુકવવામાં આવશે. રિઝર્વ ખેલાડીઓને રૃ.૫ હજાર ચુકવવામાં આવશે. બીસીએની નવી પેન્શન યોજના પ્રમાણે વર્ષ ૨૦૦૩ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમેલા બીસીએના ખેલાડીઓ આ યોજનાના હકદાર બનશે.

સીઇએ સ્નેહલ પરીખે મહિતી આપી હતી કે વર્ષ ૨૦૦૩ પછી બીસીસીઆઇએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો માટે પોલિસી બદલી હતી તે મુજબ વર્ષ ૨૦૦૩ પછીના ખેલાડીઓને સારી એવી રકમ ચુકવવામા આવે છે. ૧ થી ૨૦ મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૪૦ હજાર, ૨૦ થી ૪૦ મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૫૦ હજાર અને ૪૦થી ઉપર મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૬૦ હજાર ચુકવવામાં આવે છે. વર્ષ ૨૦૦૩ પહેલાના ખેલાડીઓને પ્રતિ મેચ રૃ.૨૦૦ થી ૩૦૦ જેવી મામુલી રકમ મળતી હતી. આવા ખેલાડીઓ માટે બીસીએ દ્વારા પેન્શન સ્કિમ ચાલુ કરવામાં આવી છે. આ સ્કિમમાં દર પાંચ વર્ષે મોંઘવારી પ્રમાણે વધારો કરવાની પણ જાેગવાઇ. બીસીએના જે ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓ મૃત્યુ પામ્યા છે તેમની પત્ની અથવા સંતાનને ૫૦ ટકા એટલે કે ૭ થી ૮ હજાર પેન્શન ચુકવવાની પણ યોજના છે.

Follow Me:

Related Posts