શહેરમાં છેલ્લા ૫૦ દિવસથી બે દીકરીઓ ગુમ થતા પરિવાર ચિંતાતુર બન્યા છે. સારિકા અને શીતલ નામની બે દીકરીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ અને પરિવારજનો દીકરીઓની શોધખોળમાં લાગ્યા છે. પરંતુ બે મહિના જેવો સમય થવા આવનાર છે આમ છતાં હજુ સુધી દિકરીઓની ભાળ ન મળતા પિતાએ મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને મહિલા ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી છે. આ બનાવની મળતી માહિતી મુજબ, શહેરના હરણી વિસ્તારમાં રહેતા ચીમનભાઇ વણકર સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ બે પુત્રો અને બે જુડવાં ૨૩ વર્ષીય દીકરીઓ સારિકા અને શીતલ સાથે રહેતા હતા. બંને જાેડિયાં દીકરીઓ ગુમ થયા બાદ પહેલાં સયાજીગંજ પોલીસ મથકમાં તપાસ કરતી પોલીસ ટીમને અને હવે ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને દીકરીના સગડ અંગે પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ, તેઓને નિરાશાજનક જવાબ મળી રહ્યો છે. પિતા ચીમનભાઇ વણકરે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, મારે ૨૩ વર્ષની બે દીકરીઓ શીતલ અને સારીકા છે. જેમાં મોટી દીકરી સારીકા એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.એનો અભ્યાસ કરે છે જ્યારે નાની દિકરી શીતલ એસએનડીટી કોલેજમાં બી.એનો અભ્યાસ કરે છે.
૧૭-૦૨-૨૦૨૩નાં દિવસે તેઓ સવારે ૧૦ વાગ્યે કોલેજ જવાનું કહીને નિકળી હતી પરંતુ સાંજે ૪ વાગ્યે પરત ન ફરતા ફોન દ્વારા શોધ શરૂ કરી હતી.પરંતુ તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો જેથી મારા નાના દીકરાને જાણ કરી હતી. મારા દીકરા સાથે અમે એમ.એસ.યુનિવર્સિટીમાં તપાસ કરી હતી. પરંતુ ન મળતા તે જ દિવસે ૬ વાગ્યે અમે હરણી પોલીસ સ્ટેશન ગયા હતા.ત્યા અમને કહેવામાં આવ્યુ કે છોકરીઓ એમ.એસ.યુનિવર્સિટીમાંથી ગુમ થઇ છે તો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરો. ત્યારબાદ અમે દીકરી ગુમ થયાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને દીકરીઓની શોધખોળ માટે પોલીસે જ્યાં કહ્યુ ત્યાં અમે સાથે ગયા છીએ.અમને જ્યાં શંકા લાગતી હતી તેની પણ જાણ કરી છે. સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા જેમાં મારી દીકરી કાલાઘોડા સર્કલથી ઉતરીને એમ.એસ.યુનિવર્સિટી તરફ જાય છે તે મે જાેયુ છે. ત્યાર પછીના મને કોઇ ફુટેજ બતાવવામાં આવ્યા નથી. મળતી માહિતી મુજબ, આ મામલે ક્રાઇમ બ્રાંચ ગુમ જાેડિયાં બહેનો સારિકા અને શીતલની ભાળ મેળવવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચે ગુમ થયેલી બંને બહેનોના વોટ્સએપ ડેટા મેળવવા માટે કેલિફોર્નિયામાં કાર્યવાહી કરી છે. હજુ વોટ્સએપ ડેટા આવ્યા નથી. ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ-અલગ એંગલ દ્વારા દીકરીઓની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ પરિવાર છેલ્લા ૫૦ દિવસથી દિકરીઓ પાછી ઘરે ક્યારે આવશે તેની રાહ જાેઇ રહ્યો છે.
Recent Comments