fbpx
ગુજરાત

વડોદરાની પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

વડોદરાના સમા વિસ્તારમાં રહેતી કવિતા નું લગ્ન વર્ષ-૨૦૧૨માં ભરૂચના ભોલાવ ગામના હાર્દિક વૈદ સાથે થયું હતું. દીકરી કવિતાના લગ્ન સુખમય પસાર થાય તે માટે પરિવારે લગ્ન સમયે ઘરવખરી સામાન, મોપેડ તેમજ સોના-ચાંદીના દાગીના યથાશક્તિ મુજબ આપ્યા હતા. પરંતુ, લગ્નના ૧૨ દિવસ બાદ કવિતાના હાથમાં પતિ હાર્દિકનો મોબાઇલ ફોન આવી ગયો હતો. જેમાં હાર્દિકના અન્ય સ્ત્રી સાથેના સંબધો હોવાની માહિતી મળતા કવિતા ચોંકી ઉઠી હતી.

તે સમયે પતિ સાથે સામાન્ય બોલાચાલી પણ થઇ હતી. પતિ હાર્દિકે પત્ની કવિતાને મોબાઇલ જાેવા બાબતે ઠપકો પણ આપ્યો હતો અને જણાવ્યું કે, હવે પછી મોબાઇલ ફોન જાેઇશ તો તારા હાથ-પગ ભાંગી નાખીશ. તે સમયે પતિનું ઉગ્ર સ્વરૂપ જાેઇ કવિતા ગભરાઇ ગઇ હતી. જાેકે, કવિતાએ પોતાનો સાંસારિક જીવન બગડે નહીં તે માટે પતિના પર સ્ત્રી સાથેના સંબધોને ભૂલી ગઇ હતી અને સાંસારીક જીવનની શરૂઆત કરી હતી. દરમિયાન બે વર્ષ બાદ કવિતાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા બાદ પતિ હાર્દિક પત્ની અને બાળકની પરવા કર્યાં વગર કુવૈત જતો રહ્યો હતો. હાર્દિક કુવૈત ગયા બાદ કવિતાને તેના સાસુ, સસરા અને નણંદે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. કવિતાના માતા-પિતાનો ખબર-અંતર પૂછવા માટે ફોન આવે ત્યારે સાસુ અને નણંદ મહેણાં-ટોણાં મારતા હતા અને કવિતાને તેના માતા-પિતાને ફોન ન કરવા માટે દબાણ કરતા હતા.

સાસુ, સસરા અને નણંદનો ત્રાસ વધતા કવિતાએ કુવૈત ગયેલા પતિને ફોન કરી જણાવ્યું હતું કે, મને અને મારા પુત્રને પણ કુવૈત બોલાવો. ત્યારે પતિએ કહ્યું કે, તારા પિતા પાસેથી પૈસાની વ્યવસ્થા કરીને કુવૈત આવવું હોય તો આવીજા. મારી પાસે તને કુવૈત બોલાવવા માટે પૈસા નથી. કવિતાએ સાસુ-સસરા અને નણંદથી છૂટકારો મેળવવા પોતાના પિતાની મદદથી પુત્ર સાથે કુવૈત પતિ સાથે જતી રહી હતી. જાેકે, કુવૈત ગયા પછી પણ કવિતાને શાંતિ મળી ન હતી. કુવૈતમાં પણ પતિ દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. કુવૈત ગયેલી કવિતાને ખબર પડી કે, પતિ હાર્દિકને એક યુવતી સાથે નહીં પરંતુ, અનેક યુવતીઓ સાથે આડા સંબધો છે. આ ઉપરાંત એવી પણ ખબર પડી કે, હાર્દિક એક ચેઈન સ્મોકર છે. કુવૈત ગયેલી કવિતાને પતિના અનેક સ્વરૂપ જાેવા મળ્યા હતા. દરમિયાન હાર્દિક અને કવિતા પુનઃ ભરૂચ આવી ગયા હતા. ભરૂચ આવ્યા બાદ કવિતા ઉપર પતિ, સાસુ, સસરા અને નણંદે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આખરે કવિતા પુત્ર સાથે તેના પિયરમાં આવી ગઇ હતી. પિયરમાં આવી ગયેલી કવિતાને પતિ હાર્દિક પરત ન બોલાવતા આખરે કવિતાએ મહિલા પોલીસ મથકમાં પતિ હાર્દિક વૈદ, સાસુ, સસરા અને નણંદ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts