fbpx
ગુજરાત

વડોદરાની ભાવના રોડવેઝની ઓફિસમાંથી વિદેશી દારૂ જપ્ત કરાયો

વડોદરાના કારેલીબાગ જલારામ મંદિર પાસે આવેલ ભાવના રોડવેઝમાં કેમિકલ લિકવીડના બોકસમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઇ શિમ્પી સહિતની ટીમે ભાવના રોડવેઝમાં આવેલી એક ટ્રકને કોર્ડન કરી તપાસ હાથ ધરતાં અફરાતફરી મચી ગઇ હતી. સ્ટેટ મોનિટરીંગ ટીમે ટ્રકમાં આવેલા બોકસ ખોલીને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આખી ટ્રકમાંથી ૬૦ જેટલા બોકસ મળી આવ્યા હતા મોનિટરીંગ સેલે લાખોનો દારૂ કબજે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો વાપીથી કોણે મોકલાવ્યો હતો અને વડોદરામાં કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે ગહન તપાસ હાથ ધરી છે. ભાવના રોડવેઝમાં કેમિકલ લીકવીડના નામે અગાઉ પણ આ પ્રકારે બોકસ આવ્યા છે કે કેમ? તે સંબંધમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.કારેલીબાગ વિસ્તારમાંથી લાખનો દારૂ પકડાતાં સ્થાનિક અધિકારી પર તવાઈ આવે તેવી શકયતા છે. કારણ કે ગૃહ વિભાગનો પરિપત્ર છે કે જે અધિકારીના તાબામાં આવતાં વિસ્તારમાં વિદેશી દારૂ પકડાય તે અધિકારી સામે પગલાં ભરવા એટલે આ સંજાેગોમાં કારેલીબાગ પોઈ સામે પગલાં ભરાય તેવી સંભાવના છે. કારેલીબાગ વિસ્તારમાં જલારામ મંદિર પાસેના ભાવના રોડવેઝમાં વિદેશી દારૂનો જથ્થો આવવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી પણ કારેલીબાગ પોલીસ અંધારામાં રહી હતી. આમ કારેલીબાગ પોલીસે ઉંઘતા ઝડપાઈ હતી.

કારેલીબાગમાં કાસમઆલા કબ્રસ્તાન પાસે દબાણ તોડતી વેળા અગાઉ માથાભારે તત્વોએ પાલિકાના હોદેદારો સામે માથું ઉંચક્યું હતું ત્યારે પણ કારેલીબાગ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા . તે બનાવમાં મોટી સંખ્યામાં કારેલીબાગ પોલીસના જવાનોની બદલી થઇ હતી. શહેરના કારેલીબાદ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં જયારે એક ટ્રકમાં લીકવીડ કેમિકલના નામે દારુ આવ્યો ત્યારે એક રિક્ષા આવી હતી પણ દરોડાની ગંધ આવી જતાં તે તુરંત પાછી ફરી ગઇ હતી. તે રિક્ષા સીસીટીવીમાં કેદ થઇ હતી જેથી પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા અને ચાલકની તપાસ હાથ ધરી છે. કેમિકલ લીકવીડની આડમાં બોકસમાં દારૂ મોકલવાની મોડસઓપરેન્ડીનો પર્દાફાશ અગાઉ ડીસીબીએ કર્યો હતો. આ પ્રકારના વિદેશી દારૂના નેટવર્કમાં બુટલેગર કિરણ કહાર માહેર હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જાે કે કેમિકલની આડવાળુ નેટવર્ક કોઈનું પકડાયું ન હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાતમી અમને ૨૦ બોકસ આવશે તેવી મળી હતી પણ તપાસ કરતાં ૬૦ બોકસ મળતાં અમને પણ અચરજ થયું હતું. આ સંબંધમાં તમામ પાસા ચકાસી રહ્યા છે.શહેરના કારેલીબાગ વિસ્તારમાં લીકવીડ કેમિકલની આડમાં વાપીથી ટ્રાન્સપોર્ટમાં આવેલો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. વાપીથી વિદેશી દારુનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને વડોદરામાં કેાના માટે મોક્લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

Follow Me:

Related Posts