વડોદરાની રોઝરી સ્કૂલ બહાર ખરાબ વર્તન કરતા બે યુવકને ઝડપી પાડ્યા
વડોદરામાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ત્યારે ગઇકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા રોમિયો ડિકોઇ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન સયાજીગંજ આંબેડકર સર્કલથી અલકાપુરી કુંજ સોસાયટી, અરૂણોદય સોસાયટી, રેલવે ગરનાળા, એસ.ટી.ડેપો, કમાટીબાગ સુધી ડિકોઇ ગોઠવાઇ હતી. દરમિયાન રોઝરી સ્કૂલ બહારના ભાગે બે યુવકો મોહિતભાઇ દફયાવાન મોટવાની (રહે. મોતીનગર સોસાયટી, વારસિયા, વડોદરા) અને નિખિલ રમેશભાઇ મીરાચાંદાની (રહે. રાધેશ્યામ સોસાયટી, વારસિયા, વડોદરા) બિભત્સ વર્તન કરતા ઝડપાઇ ગયા હતા. પોલીસે ૨૫ વર્ષના બંને યુવકોની ધરપકડ કરી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી શી ટીમે બિભત્સ વર્તન કરતા બે યુવકે ઝડપી પાડ્યા છે અને બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Recent Comments