ગુજરાત

વડોદરાની વિદ્યાર્થીનીના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

વર્ષ-૨૦૨૦માં કામિની (નામ બદલ્યું છે) હોસ્પિટલને લગતો અભ્યાસ કરતી હતી. એ સમયે ભરૂચ જિલ્લાના પાલેજનો ઇઝહાર દીવાન પણ કામિની સાથે નર્સિંગનો કોર્સ કરી રહ્યો હતો. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી અને સમય જતાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અવારનવાર બંને વચ્ચે ફોન પર વાતો થતી હતી. પરિણામે, બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા થઇ હતી. દરમિયાન ઇઝહારે પોતાનો બદ ઇરાદો પૂરો પાડવા માટે કામિનીને પ્રાઇવેટ પાર્ટ્‌સ બતાવવા માટે દબાણ શરૂ કર્યું હતું, પરંતુ કામિની દાદ આપતી ન હતી. એક દિવસ ઇઝહારે કામિનીને ફોન કરીને જણાવ્યું કે “તું મને બહુ ગમે છે. તું તારા પ્રાઇવેટ ફોટા મોકલવામાં શું વાંધો છે. આ બધું અત્યારના જમાનામાં ચાલે છે.

તારે ફોટો મોકલવા ન હોય તો તો તું મને વીડિયો કોલ પર બતાવ. હું જાેઇને ડિલિટ કરી દઇશ. આ વાતની કોઈને ખબર પણ નહીં પડે” ઇઝહારની વાતોમાં આવી ગયેલી કામિનીએ બાથરૂમમાં જઈને ઇઝહારે જણાવ્યું તેમ વીડિયો કોલ દરમિયાન પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવ્યા હતા. ઇઝહાર પાસે કામિનીના ફોટો-વીડિયો આવી ગયા બાદ ઇઝહારે કામિનીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ ઇઝહારે કામિનીને ફોન કરી કહ્યું, તારા ફોટો-વીડિયોના મેં સ્ક્રીન શોટ્‌સ લઇ લીધા છે. હું કહું તેમ તારે કરવું પડશે. બે માસ પહેલાં કામિની નોકરીથી ઘરે જઇ રહી હતી એ સમયે ઇઝહાર ગાડી લઇને તેની પાસે પહોંચી ગયો હતો અને કામિનીને ગાડીમાં બેસાડી કરજણના બ્રિજ પાસેની એકાંત જગ્યામાં લઇ ગયો હતો.

કામિની ઇઝહારને સમજાવી ફોટો-વીડિયો ડિલિટ કરાવી દઇશ, તેવી આશાએ ગાડીમાં બેસી ગઇ હતી, પરંતુ કામિનીને ખબર ન હતી કે ઇઝહાર તેને ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરશે. ઇઝહારે એ જ કર્યું. કામિનીને ફોટો-વીડિયો તારાં માતા-પિતાને પહોંચતા કરી વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત ઇઝહારે કામિની નોકરી પર હતી એ દરમિયાન ફોન કરીને રેલવે સ્ટેશન પાછળ બોલાવી હતી અને એ-વન નામના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફોટો-વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. અવાર-નવાર બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરી રહેલા ઇઝહાર દીવાન અંગેની વાત કામિનીએ પોતાનાં માતા-પિતાને કરી હતી.

માતા-પિતાએ દીકરીને હિંમત આપી કરજણ પોલીસ મથકમાં લઈ ગયાં હતાં. પીડિતા કામિનીએ ભરૂચ જિલ્લાના પાલેજના રહેવાસી ઇઝહાર કાલુશા દિવાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઇઝહાર દીવાન સામે બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.હોસ્પિટલને લગતા કોર્સ દરમિયાન થયેલા પ્રેમનો દુરુપયોગ કરીને યુવાને પ્રેમિકાને “તું મને દુષ્કર્મ કરવા દે, નહીં તો ફોટો-વીડિયો વાઇરલ કરી દઈશ,’ તેવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે યુવાનની વાતોમાં આવી ગયા બાદ વીડિયો કોલિંગ દરમિયાન બાથરૂમમાં જઈને પ્રાઇવેટ પાર્ટ્‌સ બતાવ્યા હતા. વીડિયો કોલિંગ પર બતાવેલા પ્રાઇવેટ પાર્ટ્‌સના ફોટો-વીડિયોના સ્ક્રીન શોટ્‌સ લઈને યુવાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે હવસખોર યુવાનની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

Follow Me:

Related Posts