ગુજરાત

વડોદરાની સયાજીગંજ બેઠક પર ‘આપ’પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે ઉમેદવારી ફોર્મ ભર્યું

વડોદરાની સયાજીગંજ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સ્વેજલ વ્યાસ એક-એક રૂપિયાના ૧૦ હજાર સિક્કાના લઈને સમા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેનિય છે કે, સ્વેજલ વ્યાસે લોકો પાસેથી એક-એક રૂપિયો ઉઘરાવીને ડિપોઝિટની રકમ એકત્ર કરી હતી. બીજી તરફ રાવપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ કોઠી કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું. વડોદરા શહેરની બાકી રહેલી બે બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ સયાજીગંજ બેઠક પર મેયર કેયુર રોકડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા સમય સુધી આ બેઠક પર ડો. વિજય શાહ, જીગર ઇનામદાર અને રાજેશ આયરેનું નામ ચાલતું હતું. સયાજીગંજ બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ હવે માંજલપુર બેઠક પર સૌ કોઈની નજર છે. આ બેઠક પર પાટીદાર ઉમેદવાર જાહેર થવાની શક્યતા છે.

વડોદરા શહેરમાં એક બેઠક પર વૈષ્ણવ સમાજને આપવાનું નક્કી હતું. જેમાં ડો. વિજય શાહ અને કેયુર રોડડિયાનું નામ ચર્ચાતું હતું. થોડા મહિનાઓ અગાઉ વડોદરા આવેલા જે.પી નડાએ માંજલપુરમાં વૈષ્ણવ સંપ્રદાયની રેલીમાં હાજરી આપી હતી. તે જ સમયે કેયુર રોકડિયાનું નામ માંજલપુર અથવા સયાજીગંજ વિધાનસભા બેઠક પર નક્કી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. તદુપરાંત જીતેન્દ્ર સુખડિયા તેમની જગ્યા સ્વૈચ્છિક ખાલી કરી હતી સેન્સ પ્રક્રિયામાં કેયુર રોકડિયાનું નામ મૂક્યું હતું. તદુપરાંત કેયુર રોકડિયાના પડખે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું પણ જાેર કામ કરી ગયું. માજી મેયર ભરત ડાંગર સયાજીગંજ બેઠક પર મજબુત દાવેદાર હતા. સાંસદ રંજનબહેન ભટ્ટે તેમનું નામ મુક્યું હતું. પરંતુ ભરત ડાંગરને ટીકીટ નહી મળે તેવી હાઇકમાન્ડ દ્વારા સ્પષ્ટ કહેવાયંં હતું. આ બેઠક પર જીગર ઇનામદારનું નામ પણ હતું પરંતુ જાતીગત સમીકરણના લીધે તેનું નામ કપાયું હોવાની ચર્ચા છે.

Related Posts