મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા માસ પ્રમોશન જાહેર કરાયા બાદ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સંઘઠનોનું આંદોલન ઉગ્ર બને તે પહેલાં યુનિવર્સિટી દ્વારા આજે ફાઇનલ પરીક્ષા ઓનલાઇન લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે, જાેકે, ઇન્ટર મિડીયેટ સેમિસ્ટરમાં મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવામાં આવશે. ઓનલાઇન પરીક્ષા માટે આગામી ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
કોરોનાની મહામારીના પગલે શિક્ષણ ઉપર માઠી અસર પડી છે. પહેલા ધોરણથી લઇ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવાનો વખત આવ્યો હતો. જાેકે, ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેવા છતાં, કોવિડના કારણે ફિઝિકલી કે ઓનલાઇન પરિક્ષાઓ લેવાઇ નથી.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે અને ધોરણ-૧૨ની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ-૧૨ની પરીક્ષાની જાહેરાત બાદ તેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. એમએસ યુનિવર્સિટી દ્વારા આખુ વર્ષ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા વિવિધ સેમિસ્ટરોની ઓનલાઇન પરીક્ષાઓ પણ લેવામાં આવી હતી. જેમાં ટેક્નિકલી ખામીના કારણે ઓનલાઇન પરીક્ષામાં વિવાદો થયા હતા. પરિણામે યુનિવર્સીટી દ્વારા માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું હતું.
Recent Comments