fbpx
ગુજરાત

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો બે લાશને દોઢ મહિનાથી પીએમ કરવાનું ભૂલી ગયા

વડોદરાના નવા યાર્ડ રેન બસેરામાં રહેતા ૩૦ વર્ષીય મનિષાબેન પરમાર ને ગત ૨૬ મેના રોજ ટીબી બોર્ડમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા તેમના કોઈ સ્વજનો ન હોવાથી તેમના મૃતદેહને માટે મોકલવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ ટીબી વિભાગ દ્વારા રેકોર્ડ રૂમમાં તેમની મૃત્યુનોંધ કરાતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ એ રેન બસેરા ખાતે ડેથ સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ બાકી હોવાની વાત બહાર આવતા એમ.એલ.ઓ દ્વારા ફોરેન્સિક વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કર્યું હોવાથી પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી. જાેકે ઉપરી અધિકારીઓને જાણ કરાતા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. બીમારીને કારણે મૃત્યુ થયું હોવાથી અન્ય કોઈ ગૂંચવાડો ન હોવાનું હોસ્પિટલ સત્તાધીશો એ જણાવ્યું હતું

જ્યારે બીજા બનાવમાં મે મહિનામાં જ સયાજી હોસ્પિટલના પરિસર માંથી ૪૦ વર્ષે અજાણી મહિલા ને સારવાર માટે ખસેડવામાં આવી હતી જેનુ પોસ્ટમોર્ટમ કરાવવાનું પણ રહી ગયું હતું. બંને મૃતદેહના મંગળવારે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રંજન ઐયરે તપાસના આદેશ આપ્યા હતા. સયાજી હોસ્પિટલમાં એમ.એલ.એ ની સાથે જ કુલ રૂમ સાચવવા માટે દર પંદર દિવસે એક ડોક્ટરની ડ્યુટી આપવામાં આવે છે ત્યારે મે મહિનામાં અને જૂન મહિનામા પોસ્ટમોર્ટમ ન થયા અને મૃતદેહ કુલ રૂમમાં છે

તે અંગે પણ નિષ્કાળજી હોવાની ચર્ચા ઉઠી હતી ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા એમએલઓને જાણ કરાતા આ વિષયપ્રકાશમાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં મૃતકની ઓનલાઇન એન્ટ્રી થાય એટલે સાત દિવસમાં તેનો ડેટ સર્ટિફિકેટ તૈયાર થઈ અને નિયત કરેલા સરનામે રજીસ્ટર એડીથી મોકલવામાં આવે છે જુઓ સ્થળ ઉપર કોઈ તેનો સ્વીકાર ન કરે તો તે ભરત આવે છે અમને પોસ્ટમોર્ટમ અથવા કોઝ ઓફ ડેથ સાથે કોઈ નિસબત નથી.શહેરના સયાજી હોસ્પિટલમાં બે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનું તબીબો ભૂલી જતા આખરે દોઢ મહિના બાદ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના કેવી રીતે સર્જાય તે અંગે હોસ્પિટલ સત્તાધીશો એ તપાસના આદેશ આપ્યા હતા.

Follow Me:

Related Posts