વડોદરા મહાનગર સેવા સદનની અકોટા ગાર્ડન પાસે જૂની વોર્ડ નંબર ૬ ની ઓફિસ આવેલી છે. જે તાજેતરમાં વોર્ડ ઓફિસોના કરાયેલા ફેરફારોના પગલે વોર્ડ નંબર ૬ના બદલે વોર્ડ નંબર ૧૨ બનેલી વોર્ડ કચેરીના પ્રથમ માળે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. વોર્ડ કચેરીના પ્રથમ માળેથી આગના ગોટેગોટા નીકળતા સ્થાનિક લોકો દ્વારા આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જાેકે ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂ મેળવે તે પહેલા જ કચેરી સ્થિત તમામ દસ્તાવેજાે અને ફર્નિચર કોમ્પ્યુટરો બળીને ખાખ થઇ ગયા હતા. આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ અસહ્ય ગરમીના કારણે વાયરિંગ બળી જવાથી શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું. છે તો બીજી તરફ આગના આ બનાવે અનેક રહસ્યો પણ સર્જ્યા છે. ફાયલ બ્રિગેડના સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે વોર્ડ નંબર ૧૨ ની કચેરીમાં લાગેલી આગમાં લોજિસ્ટિક મીટીંગની તમામ ફાઇલો બળીને ખાખ થઈ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ટેબલો, ખુરશી, પંખા, કોમ્પ્યુટરો, સીપીયુ સહિત વિવિધ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
લાગેલી આગના બનાવની જાણ વોર્ડ ઓફિસર તેમજ અન્ય અધિકારીઓને થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. તદુપરાંત વિસ્તારના કાઉન્સીલરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તે સાથે આસપાસમાં રહેતા લોકો પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા વોર્ડ કચેરીમાં લાગેલી આગ માત્ર ૧૫ મિનિટમાં બુઝાવી દીધી હતી. પરંતુ આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા કચેરી સ્થિત તમામ ફર્નિચર બળીને ખાખ થઈ ગયુ હતુ. ઉલ્લેખનીય બાબત એ છે કે મહિનાનો બીજાે શનિવાર હોવાથી કોર્પોરેશનમાં રજા હોવાના કારણે કોઈ કર્મચારીઓ કચેરી ખાતે આવ્યા ન હતા. પરિણામે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. જાે આ બનાવ ચાલુ કચેરી દરમિયાન બન્યો હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી.વડોદરાના અકોટા ગાર્ડન પાસે આવેલી કોર્પોરેશનની વોર્ડ નંબર ૧૨ની કચેરીના પ્રથમ માળે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા લાશ્કરો પહોંચી ગયા હતા. જાે કે ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લે તે પહેલા કચેરી સ્થિત લોજિસ્ટિક મીટીંગની ફાઇલો સહિત દસ્તાવેજાે તેમજ ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. આ બનાવને પગલે કચેરીના કર્મચારીઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરો અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
Recent Comments