કેટલાક શ્રમજીવી પરિવાર રાજ્સ્થાનથી વડોદરા મજૂરીકામ અર્થે આવેલા હતા. તેઓ પસ્તી ભેગી કરવી, પ્લાસ્ટિક કે લોખંડનો ભંગાર ભેગા કરવાની કામગીરી કરીને રોજગારી મેળવે છે. આવા જ એક શ્રમજીવી મહિલા કે જેઓ વડોદરાથી અજાણ હતા અને બે બાળકો સાથે વતનમાંથી કામ માટે આવ્યા હતા. તેઓ અજાણ્યા સ્થળે વાહનમાંથી ઉતરી ગયા હતા. તેમની પાસે કોઈ સરનામુ કે મોબાઈલ નહોતો. તેથી અન્ય વ્યકિત મદદ કરી શકતા ન હોવાથી એક ત્રાહિત વ્યક્તિએ તેને મદદ કરવાના આશયથી ૧૮૧મહિલા હેલ્પલાઇનમાં જાણ કરી હતી.
અભયમ ટીમે ગરમીથી ત્રસ્ત બે નાના બાળકો સહિત મહિલાને આશ્વાસન આપી તેમના પરિવારના લોકો વિષે માહિતી મેળવતા તેઓ રાજ્સ્થાનના હોવાનું તેવું અનુમાન કરીને તેમને શહેરમાં જ્યાં શ્રમજીવી પરિવારો રહે છે, ત્યાં રેસ્ક્યૂ વાનમાં બેસાડી ઘણા સ્થળે લઇ જવામાં આવ્યા હતા. ઘણાં બધાં પ્રયત્નો બાદ એક શ્રમજીવીની મદદ મેળવતા ઘણા સમય બાદ સન ફાર્મા રોડ પર તેમને ઓળખતા લોકો મળી આવ્યા હતા અને શ્રમજીવી મહિલાએ પણ તેમના પરિવારના છે તેમ જણાવતાં તેમને સોંપવામાં આવ્યાં હતાં.વડોદરા શહેરના અટલાદરા ખાતે શ્રમજીવી મહિલા બે બાળકો સાથે અટવાઈ પડી હતી. જેથી એક વ્યક્તિએ ૧૮૧મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો. જેથી બાપોદ અભયમ રેસ્કયૂ ટીમ તાત્કાલિક સ્થળ પહોંચી ગઇ હતી અને માતા અને બે બાળકોને તેમના સંબંધીઓ સાથે મિલન કરાવ્યું હતું. જેથી મહિલાએ અભયમની ટીમનો આભાર માન્યો હતો.
Recent Comments