વડોદરામાં આંગડિયા પેઢીનો કર્મચારી ૧૨ લાખ લઈ ભાગી છૂટ્યો
વડોદરાના સરદાર ભવનના ખાંચામાં આવેલી પટેલ રમેશ અંબાલાલ આંગડિયા પેઢીના કર્મચારી કનુભાઇ જાેઇતારામ પટેલ(ઉ.૫૬),(રહે, બી-૨૦, શિવસાગર સોસાયટી, નિઝામપુરા, વડોદરા)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પટેલ રમેશ અંબાલાલ પેઢીમાં છેલ્લા ૩૫ વર્ષથી નોકરી કરૂ છં. વડોદરામાં સરદાર ભવનનો ખાંચો, અલકાપુરી અને મકરપુરા એમ અમારી ત્રણ બ્રાંચ આવેલી છે. ત્રણેય ઓફિસનો વહીવટ હું કરૂ છું. શનિવારે સવારે હું ઓફિસ આવ્યો હતો. આ સમયે અમારી ઓફિસનો ડિલિવરી બોય પ્રશાંત કિરીટભાઇ મહેતા(રહે, ડી-૪૧, મોતીનગર વિભાગ-૩, તરસાલી, વડોદરા) હાજર હતો. વડોદરા શહેરના સરદાર ભવનના ખાચામાં આવેલી પટેલ રમેશ અંબાલાલ આંગડિયા પેઢીમાં કામ કરતા ઓફિસ બોય સામે ૧૨ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પટેલ રમેશ અંબાલાલ આંગડિયા પેઢીના કર્મચારી કનુભાઇ જાેઇતારામ પટેલે આ મામલે પ્રશાંત મહેતા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી પ્રશાંતની શોધખોળ શરૂ કરી છે. પ્રશાંત બપોરે એક વાગ્યે અમારી ઓફિસમાંથી અલકાપુરી ઓફિસમાં એક પાર્સલ લઇને ગયો હતો અને ત્રણ વાગ્યે તે પરત આવ્યો હતો. જેથી ૧૨ લાખ રૂપિયા લઇને મેં તેને અલકાપુરી ઓફિસમાં આપવા માટે મોકલ્યો હતો. જાેકે, ૧૫થી ૨૦ મિનિટ થવા છતાં તે અલકાપુરી ઓફિસમાં ન પહોંચતા ત્યાંથી પંકજભાઇનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, પ્રશાંત હજી સુધી ઓફિસ પર રૂપિયા લઇને આવ્યો નથી. જેથી મે તુરંત પ્રશાંતને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઉલ્લેખનિય છે કે, પ્રશાંત કિરીટભાઇ મહેતા એક અઠવાડિયા પહેલા જ તેની પત્નીને અમદવાદ જિલ્લાના દેત્રોજ તાલુના કટોસણ ખાતે મૂકી આવ્યો હતો. આ પરથી પ્રશાંતે અગાઉથી જ રૂપિયા લઇને ભાગી જવાનો પ્લાન ઘડ્યો હોવાનું પોલીસ માની રહી છે.
Recent Comments