ગુજરાત

વડોદરામાં એક યુવકે નશા માટે રૂપિયા ન મળતા પોતાની જ બાઈકમાં સળગાવી દીધી

વડોદરામાં એક યુવકે નશા માટે રૂપિયા ન મળતા પોતાની જ બાઈક સળગાવી દીધી છે. વડોદરાના કરજણના જુના બજાર વિસ્તારમાં ૫૧૨ આવાસમાં રહેતા યુવાને પોતાની જ બાઈક સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. યુવકે માતા પાસે દારૂ પીવા રૂપિયા માગ્યા હતા. જે રૂપિયા ન મળતા યુવકે ગુસ્સે ભરાઈ પોતાની બાઈકને સળગાવી હતી. મહમંદ નગરી કેનાલ પાસેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ અગાઉ અમરેલીના ખાંભાના ડેડાણ ગામમાં ખુલ્લેઆમ ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી સામે ફરી બોર્ડ લાગ્યાં હતા. ગામના જાગૃત નાગરિકે બુટલેગરોના નામ સાથે જાહેરમાં બોર્ડ લગાવ્યું છે. દારૂ વેચનાર ૧૦થી વધુ લોકોના નામ જાહેર બોર્ડ પર લખવામાં આવ્યા હતા. પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાનો બોર્ડમાં ઉલ્લેખ કરાયો હતો. પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતી હોવાનો પણ આરોપ લગાવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts