વડોદરામાં ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કહી ૨.૬૮ લાખની ઠગાઈ
આરોપીએ ૩ ઈસ્મો પાસેથી ટુકડે-ટુકડે રૂા. ૨.૬૮ લાખ પડાવી લીધાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરાઈ
વડોદરા શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં રહેતી મહિલા પી.એમ.ગજ્જરે બીએ વિથ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની માતાનો ટ્રાવેલ્સ દરમિયાન વિજય જયંતીભાઈ ઠાકોર (બાકરોલ, આણંદ, મૂળ મહેસાણા) સાથે પરિચય થયો હતો. વિજય ઠાકોરે ઓએનજીસી કંપનીમાં કમ્પ્યૂટર ઓપરેટરની નોકરી અપાવવાનું જણાવી ૩ લાખ થશે તેમ કહેતા ૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરતા એપોઈન્ટમેન્ટ લેટર એકાદ અઠવાડિયામાં આવી જશ તે જણાવ્યું હતું અને ટૂકડે ટૂકડે રૂા.૨.૬૮ લાખ પડાવી લીધા હતા. આરોપી વિજય ઠાકોરે ત્યાર બાદ ૨૫ મેના રોજ ટ્રેનિંગ લેટર આપવા બોલાવ્યા હતા
પરંતુ બંનેને ઓએનજીસી ગેટ બહાર ઊભાં રાખીને તે જતો રહ્યો હતો. આ પછી મહિલાએ ગોત્રી પોલીસ મથકે વિજય ઠાકોર સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. એલસીબી ઝોન-૧ના પીએસઆઇ દિવાને આરોપી વિજય ઠાકોરની આણંદના બાકરોલ ખાતેથી ધરપકડ કરી હતી.શહેરની મહિલા અને અમદાવાદ ખાતે રહેતાં તેનાં ભાઈ-ભાભી પાસેથી ભેજાબાજે ઓએનજીસીમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાના બહાને ૨.૬૮ લાખ પડાવી લીધા હતા. આ અંગે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં ભેજાબાજની આણંદથી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
Recent Comments