ગુજરાત

વડોદરામાં ઓમિક્રોનનો ત્રીજાે કેસ આવતા તંત્ર દોડતું થયું

વડોદરામાં ેંદ્ભથી આવેલી યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. ગત ૧૩ ડિસેમ્બરના રોજ ૨૭ વર્ષની યુવતી તાંદલજા વિસ્તારમાં આવી હતી. મુંબઈ ખાતે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બાદમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. રિપોર્ટ કરતાં પોઝિટિવ આવ્યો હતો. યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. વડોદરા શહેરના તાદલજા વિસ્તારમાં ઓમીક્રોનનો પોઝિટિવ કેસ આવતા ચકચાર મચી ગઇ હતી.

વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવનો આ ત્રીજાે કેસ છે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગના વડા ડો. દેવેશ પટેલના જણાવ્યા મુજબ શહેરના તાદલજા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષની યુવતી હાઇરીસ્ક દેશમાં મુકાયેલા યુ.કે.થી તા. ૧૩ ડિસેમ્બરના રોજ મુંબઇ આવી હતી. મુંબઇ એરપોર્ટ ઉપર તેનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો હતો.દરમિયાન વડોદરા આવતા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. આથી તેના સેમ્પલ લઈ જનોમની તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

જે રિપોર્ટ આજે પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન કરવામાં આવી છે. ઉપરાંત તેના સંપર્કમાં આવેલ બે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ આવ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૫૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૭૦, ઉત્તર ઝોનમાં ૧૧,૮૯૨, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૯૦, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૧૦ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૫૨૮ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૮૦૬ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.

Related Posts