ગુજરાત

વડોદરામાં કિડનીમાં ફંગલ ઇન્ફેક્શનનો પ્રથમ કિસ્સો નોંધાતા ડોક્ટરો સ્તબ્ધ

રાજ્યમાં કોરોના મહામારી બાદ મ્યૂકરમાઈકોસિસ અને ફંગલના કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશની મહિલાને કિડનીમા ફંગલ ઈન્ફેક્શન થયુ હોવાનુ નિદાન થતા તેને સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલમા ખસેડાઈ છે. કિડનીમા ઈન્ફેક્શન થયો હોવાનો પ્રથમ કિસ્સો એસએસજીમા નોંધાયો છે. અગાઉ અમદાવાદ ખાતે પણ એક દર્દીને કિડનીમા ઈન્ફેક્શન થયુ હોવાનુ નિદાન થયુ હતુ.

કોરોનામા વધુ પડતા સ્ટિરોઈડના ઉપયોગને કારણે મ્યૂકરમાઈકોસિસ થતો હોવાનુ વિશ્વાસપાત્ર સુત્રોએ જણાવી રહ્યા છે. જેમા આ ફંગલ ઈન્ફેક્શન આંખ, નાક અને મોઢાના ભાગે થતુ હોવાનુ મોટા ભાગે નોંધાયુ છે. તેવામા મધ્ય પ્રદેશની એક મહિલાને કિડનીના ભાગે ફંગલ ઈન્ફેક્શન થતા તેને સારવાર માટે ઈન્દોરની ઘણી હોસ્પિટલોમા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

જ્યાં તેણીને કોઈ ફરક ન જણાતા અંતે તેને શહેરની સયાજી હોસ્પિટલમા ખસેડાઈ હતી. જે જીજીય્ હોસ્પિટલનો કિડની ઈન્ફેક્શન ફેલાયુ હોવાનો પ્રથમ કિસ્સો હોવાનુ જાણવા મળી રહ્યું છે. દર્દીને ૨૭ એપ્રિલથી સારવાર માટે એસએસજીમા ખસેડાઈ છે. શહેરની એસએસજી હોસ્પિટલમા ૪૩૭ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમા ૬૦ દર્દીઓના મોત નીપજ્યા છે, ૧૦૦ દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
જ્યારે હાલમા ૨૩૦દર્દીઓ સારવાર હેઠળ છે. નાકમા દૂરબીનથી સાયનસના ૬૮૫ જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે. જ્યારે ૯૫ ટકા કેસમા દર્દીના જડબાના ઉપરના ભાગે નુકશાન થયુ હોવાનુ જણાઈ રહ્યુ છે. ફંગસને કારણે ૩૦ દર્દીઓની આંખ દૂર કરવામાં આવી છે. જ્યારે ૩ થી ૪ દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી છે. જાે કે ફંગલ ઈન્ફેક્શન મગજ સુધી પહોંચ્યુ હોય તેવા ૧૫ દર્દીઓ નોંધાયા હતા અને તેઓને જીવ ન્યુરો સર્જનની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.
કિડનીમા ફંગલ ઈન્ફેક્શનના બહુ રેર કેસ જાેવા મળે છે. જરૂરી નથી કે, ફંગલ ઈન્ફેક્શન નાક, મોઢા અને આંખના ભાગે જ ફેલાય. આ ઈન્ફેક્શન કિડનીની બહાર ફેલાતુ નથી. આવા કેસમાં જાે વહેલી તકે નિદાન થાય તે ખૂબ જરૂરી છે. જાે કિડનીમા નોર્મલ ઈન્ફેક્શન થાય તો તેની સાથે સાથે ફંગલ ઈન્ફેક્શનના પણ ટેસ્ટ કરાવી લેવા જાેઈએ.

Follow Me:

Related Posts