ગુજરાત

વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે વધતા પેટ્રોલના ભાવ મુદ્દે સાયકલ પર પ્રચાર કર્યો

કોરોનાએ લોકોને કમર તોડી નાખી છે. લોક ડાઉન માં કામ ધંધા અને નોકરી વિના લોકો બેહાલ બન્યા છે. તેવામાં મોંઘવારીનો બેવડો માર લોકોને કળ નથી લેવા દઈ રહ્યો. એવામાં રોજે રોજ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો. ત્યારે આ ચંતની પ્રચારમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પેટ્રોલ ડીઝલ ગેસ સહિતના ભાવ વધારાને મુદ્દો બનાવ્યો છે.

વડોદરા કોંગ્રેસના ઉમેદવારે મોંઘવારી અને વધતા પેટ્રોલના ભાવને લઈને સાયકલ ઉપર પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. વડોદરામાં કોંગ્રેસનાં ઉમેદવારો સાયકલ પર ચૂંટણી પ્રચારમાં નિકળ્યા હતા. પેટ્રોલ ડીઝલમાં ભાવવધારાનો સાયકલ ફેરવી વિરોધ નોધાવ્યો હતો. પ્રજા પર કમરતોડ ભાવવધારા સામે અનોખો વિરોધ પ્રગટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ગેસ સીલીન્ડર ના વધતા ભાવને લઇ પોતાના પ્રચારમાં ગેસ સીલીન્ડર પર બેસીને પ્રચાર કર્યો હતો.

Follow Me:

Related Posts