fbpx
ગુજરાત

વડોદરામાં કોરોનાના વળતા પાણી, ૧૭ દિવસમાં ૫૪૩૪ બેડ ખાલી થયા

કોરોનાની બીજી લહેરના વળતા પાણી થવા માંડ્યા છે. વડોદરામાં ૧૭ દિવસમા ૫૪૩૪ બેડ ખાલી થયા છે. આ ૧૭ દિવસમાં વડોદરાની ૧૯૦ હોસ્પિટલોમાં ૪૫૪૩ બેડ ખાલી થયા છે. સાથે જ આઈસીયુમા પણ ૨૭ ટકા દર્દીઓ ધટ્યા છે. જે બતાવે છે કે વડોદરામાં કોરોનાના કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે.
શુક્રવારે નવા ૮૪૧ કેસો આવ્યાં હતા. જાેકે સામે ૧૦૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તો છેલ્લાં ૧૦ દિવસમાં ૯૫૩૧ દર્દી સાજા થયા છે. સાથે જ કોરોનાના મૃતકોની સંખ્યામાં પણ ૫૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. વેન્ટિલેટર બેડ અગાઉ ૧૫ જ ખાલી હતા જેમાં ૧૩ ગણાથી વધુનો વધારો થયો છે અને ૧૪૦ ખાલી થયા છે. શુક્રવારે સાંજે પાલિકાના રિપોર્ટ મુજબ આ હોસ્પિટલોમાં શુક્રવારે કુલ ૩૨૯ વેન્ટિલેટર બેડ પૈકી ૫૨ ખાલી હતા. જે પૈકી ૫૨ માત્ર ગોત્રી હોસ્પિટલમાં હતા. જ્યારે આઇસીયુ બેડ ૩૬૪ પૈકી ૪૩ ખાલી હતા.
વડોદરા શહેર જિલ્લામાં શુક્રવારે સાંજે ૮૪૧ કેસ નવા નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક ૬૩,૪૩૬ ઉપર પહોંચી ગયો છે. તો શુક્રવારે ૭ દર્દીના મોતનો આંકડો સામે આવ્યો છે. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક ૫૬૪ પર પહોંચ્યો છે. આજે ૧૦૬૬ દર્દીએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધીમાં કુલ ૫૩,૨૦૯ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૯૬૬૩ એક્ટિવ કેસ પૈકી ૪૨૭ દર્દી ઓક્સિજન ઉપર અને ૨૭૧ દર્દી વેન્ટિલેટર પર છે.

Follow Me:

Related Posts