fbpx
ગુજરાત

વડોદરામાં કોરોના રસી અંગે ભ્રામક અફવા ફેલાવતા ૮ ઝડપાયા

શહેરમાં કોવિડ-૧૯ની રસી અંગે અફવા ફેલાવવાનો પ્રયાસ કરનાર બે મહિલા સહિત આઠ શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. સવારે સયાજીબાગમાં ભેગા થયેલા તમામ આરોપીઓએ માસ્ક પહેર્યું નહોતું અને તેઓ કથિત રીતે એન્ટી-વેક્સિન અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા, તેમ પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું. આરોપીઓએ ‘અવેકન ગુજરાત મૂવમેન્ટ’ અને ‘અવેકન વડોદરિયન્સ’ નામનું ગ્રુપ બનાવ્યું હતું.

‘આ વર્ષના જાન્યુઆરી મહિનામાં, તેમણે કોવિડ વિરોધી પૅમ્ફલેટની પણ વહેંચણી કરી હતી. અમને જાણકારી મળી હતી કે, તેઓ રવિવારે ફરીથી આમ કરવાની યોજના બનાવી રહ્યા હતા, તેથી અમે સ્થળે પહોંચ્યા હતા અને ધરપકડ કરી હતી’, તેમ સયાજીગંજ પોલીસ ઈન્સપેક્ટર વી.બી. આલે જણાવ્યું હતું.
પોલીસે તેમની ધરપકડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ગુનાહિત કાવતરા હેઠળ કરી હતી. આરોપીઓની ઓળખ નરેન્દ્ર પરમાર, ચંદ્રકાંત મિસ્ત્રી, વિશાલ ફેરવાની, કેવલ પઠાડિયા, જગવિંદર સિંહ, ઈરફાન પટેલ, અવની ગજ્જર અને ભૂમિકા ગજ્જરનો સમાવેશ થાય છે.

‘તેમાનાં ચાર એન્જિનિયર છે જ્યારે મહિલાઓ ગૃહિણી છે. ભણેલા ગણેલા હોવા છતાં, તેઓ કોવિડ રસી વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા. તેઓ લોકોને આયુર્વેદિક દવાઓ લેવાનું પણ કહેતા હતા’, તેમ આલે ઉમેર્યું હતું.

Follow Me:

Related Posts