ગુજરાત

વડોદરામાં કોલેરાના કેસો વધતા તંત્ર દોડતુ થયું

વડોદરા શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજી તરફ શહેરમાં ઓમિક્રોને દસ્તક દીધી છે તેમ છતાં બજારોમાં લોકો માસ્ક વિના બિન્દાસ્ત જાેવા મળી રહ્યા છે. બુધવારે પાલિકાએ શહેરમાં ૫,૪૪૧ જેટલા શંકાસ્પદ કોરોનાના નમૂના લીધા હતા. જે પૈકી ૧૨ લોકોને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭૨,૫૫૧ પર પહોંચ્યો છે.

જ્યારે બુધવારે સારવાર લઈ રહેલા વધુ ૧૦ દર્દીઓના અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાના ૯૭ દર્દીઓ એક્ટિવ છે. જેમાંથી ૪ દર્દી ઓક્સિજન પર અને ૨ દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૫૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૧૮ પશ્ચિમ ઝોનમાં ૧૨,૧૮૧, ઉત્તર ઝોનમાં ૧૧,૮૯૬, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૯૭, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૧૧ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છેવડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૧૨ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૫૫૧ પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૮૩૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. બીજી તરફ શહેરમાં બુધવારે કોલેરાના ૧૦ કેસો નોંધાયા હતા, શહેરના માણેજા, નવાપુરા, ફતેપુરા અને પાણીગેટ વિસ્તારમાં કોલેરાના કેસો નોંધાયા હતા. પાણીગેટ વિસ્તારમાં કોલેરાથી એક વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે ફતેપુરા વિસ્તારમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો હતો. વડોદરા શહેરમાં બુધવારે કોરોનાના નવા ૧૨ કેસો મળી આવ્યા હતા. જેમાં ઉત્તર ઝોનમાં જ ૬ કેસ નોંધાયા છે. વડોદરા શહેરના ગોત્રી, સમા, હરણી, છાણી, બિલ, ભાયલી, દિવાળીપુરામાં નવા કેસો નોંધાયા છે. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૬ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૫,૪૪૧ નમુનોઓ લેવામાં આવ્યા હતા. જ્યારે ૧૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Related Posts