વડસરમાં ગરબાના આયોજન દરમિયાન નાના બાળકોની રમતમાં ઝઘડો થતા તેમના પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. વડસર બ્રિજ પાસે વિક્ટેરીયા બંગ્લોઝમાં રહેતા ૫૮ વર્ષના પ્રણવભાઇ જીવણલાલ અમીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી સોસાયટીના બગીચામાં ગરબાનો પ્રોગ્રામ હોઇ બધા તૈયાર થઇને રાતે ૧૦ વાગ્યે આવતા હતા.
મારો કૌટુંબિક ભત્રીજાે હાર્દિક કાંતિલાલ પટેલ તેના એક વર્ષના પુત્રને લઇને આવ્યો હતો. તે સોસાયટીના બગીચા પાસે ઉભો હતો. અમારા પાડોશમાં રહેતા મુર્ગન નટરાજભાઇ પિલ્લાઇનો દીકરો રમતા આવીને અથડાયો હતો. જેથી, મારો ભત્રીજાે મુર્ગનભાઇના ઘરે કહેવા ગયો હતો. તે દરમિયાન મુર્ગનભાઇ તથા તેમના મિત્ર ચિંતન અજીતદાસ ગઢવી આવ્યો હતો. તેઓએ મારા ભત્રીજાને માર માર્યો હતો. હું મારા ભત્રીજાને બચાવવા માટે ગયો ત્યારે ચિંતન ગઢવીએ રોડ પર પડેલો પથ્થર મને કપાળના ભાગે મારી દીધો હતો. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન સોસાયટીના રહીશો ભેગા થઇ જતા અમને છૂટા પાડયા હતા.
Recent Comments