ગુજરાત

વડોદરામાં ગાય પકડી લઈ જતી ઢોર પાર્ટી પર પશુપાલકનો હુમલો

વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો કામગીરીમાં હતા, તે સયાજી ટાઉનશીપ રોડ ઉપર ગાય પકડવાની કામગીરી દરમિયાન લાકડી સાથે ધસી આવેલા પશુપાલકોએ અપશબ્દો બોલી આ વિસ્તારમાં ગાય પકડવા નહીં આવવાનું તેમ કહી ગાય છોડાવી ઝપાઝપી કરી હતી. આ ઘટનામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી. ઢોર પાર્ટીના કર્મચારી કિશન તળપદાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ત્રણ પશુપાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં.

ખોડિયારનગર વિસ્તારમાં દોડતી ગાય બાઈક ચાલકને અથડાતાં બાઈક ચાલકે નજીકમાં ફરજ બજાવતાં સિક્યુરિટી જવાનને પાઈપથી ઝૂડી નાખ્યો હતો. આ અંગે સિક્યુરીટી જવાને હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હરણી પોલીસ મુજબ ઉદેસીંગ રાયસિંગ પઢિયાર (રે.વુડાના મકાનમાં, પાંજરાપોળ રોડ) સાઈટ પર ફરજ પર હતા ત્યારે બપોરે બાઈક ચાલક ખોડીયારનગર ચાર રસ્તા તરફથી પાંજરાપોળ જતો હતો તે વેળા દોડીને ગાય પર આવીને બાઈક ચાલક રમેશ ભીમાભાઈ પરમારને અથડાતાં ચાલક નીચે પડ્યો હતો.

બાદ તે ઉભો થઇને મારી તરફ આવીને કહેવા લાગ્યો હતો કે ગાયને કેમ ભગાડી? અને પ્લાસ્ટીકની પાઈપથી હૂમલો કર્યો હતો.બાપોદ સયાજી ટાઉનશિપ રોડ પર રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં ઢોર પાર્ટીના કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી ગાય છોડાવી જતા ત્રણ પશુપાલકો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts