fbpx
ગુજરાત

વડોદરામાં ગેટ બંધ કરી યુવાને કૂતરાને દોડાવી માર મારતા જીવદયા પ્રેમીઓમાં રોષ

વડોદરા શહેરના છાણી કેનાલ પાસે આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટના રહીશે ગેટ બંધ કરીને શ્વાનને બેરહેમીપૂર્વક મારતો વીડિયો વાઇરલ થતાં જીવદયા સંસ્થાના કાર્યકરે શ્વાનને માર મારનાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફ્લેટ ઉપર પહોંચેલા જીવદયા સંસ્થાના કાર્યકરો અને ફ્લેટના રહીશો વચ્ચે ચકમક પણ ઝરી હતી. જેમાં ફ્લેટની મહિલાએ જણાવ્યું કે, કૂતરું બીમાર પડે છે, તે સમયે અમે ફોન કરીએ છીએ, ત્યારે કેમ કોઇ સંસ્થાવાળા આવતા નથી. તેમ જણાવી જીવદયા સંસ્થાની યુવતીને આડેહાથ લીધી હતી.
વડોદરા શહેરના છાણી-સમા કેનાલ રોડ ઉપર આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં એક શ્વાને ફ્લેટના રહીશોની ઊંઘ હરામ કરી દીધી હતી. જેથી ફ્લેટના એક રહીશે ગેટ બંધ કરીને શ્વાનને દોડાવી દોડાવીને લાકડી વડે બેરહેમીપૂર્વક માર માર્યો હતો. શ્વાનને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પીપલ્સ ફોર એનિમલ નામની સંસ્થાના કાર્યકરો એક્શનમાં આવ્યા હતા અને ફ્લેટ ઉપર જઇને તપાસ કરી હતી. જેમાં શ્વાનને માર મારનાર ફ્લેટનો રહીશ પ્રશાંત હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન જીવદયા કાર્યકરે શ્વાનને બેરહેમીપૂર્વક માર મારનાર સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts