ગુજરાત

વડોદરામાં ગોત્રીમાં ભાણીના લગ્નમાં ગયેલા શો રૂમના મેનેજરના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી

શહેરના રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ લલીતા ટાવરમાં રહેતા અને રાવપુરા નવા બજાર પુનમ કોમ્પલેક્ષમાં પોનેરી શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા હર્ષદ મનુભાઇ પરમાર ઘરે લોક મારી ભાણીના લગ્નમાં આણંદના સામરખા ખાતે ગયા હતા.

દરમિયાન બીજા દિવસે પડોશીએ ફોન કરી તેમને જણાવ્યું હતું કે તમારા ઘરમાં ચોરી થઇ છે. જેથી હર્ષદ પરમારે ઘરે આવી તપસા કરતા ઘરની તિજાેરીનું લોક તૂટેલું હતું અને સામાન વેરવિખેર હતો. તેમજ ઘરમાંથી સોનાના દાગીના ચોરાઇ ગયા હતા. ગોત્રી પોલીસે આ મામલે ૨ લાખ ૨૪ હજારનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.

Related Posts