fbpx
ગુજરાત

વડોદરામાં ચાવાળાને ચા બનાવતાં બનાવતાં હાર્ટ એટેક આવ્યો, ઘટનાસ્થળ પર જ મોતને ભેટ્યો

શહેરના સયાજીગંજ વિસ્તારમાં ચાની કીટલી ચલાવતા માલિકને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. ચા પીવા બેઠેલા ગ્રાહકો ઉપર ઢળી પડેલા માલિક CCTVમાં કેદ થયા હતા. હાર્ટ એટેકના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવે સયાજીગંજ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે સયાજીગંજ વિસ્તારમાં વર્ષોથી ચાની કીટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભીમસ ચંદુલાલ નાથાણીને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા. માત્ર ૧૦ સેકન્ડમાં તેઓનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવતા ઢળી પડવાની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. જે સી.સી. ટી.વી. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ચાની કીટલીના માલિક ભીમસભાઇ નાથાણીની ઘટના સયાજીગંજ ડેરીડેન પાસે ચા પીવા માટે રેગ્યુલર આવતા ગ્રાહકોમાં ચર્ચાનો વિષય બની છે.

Follow Me:

Related Posts